57. કચ્છી ભાષા વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
1. 1. કચ્છી એ Indo-Aryan ભાષા છે.
2. 2. આ ભાષા ગુજરાતના કચ્છ વિસ્તારમાં અને પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં બોલવામાં આવે છે.
3. 3. અગાઉના સમયમાં તે ખોજકી લિપિમાં લખવામાં આવતી હતી કે જે હવે લુપ્ત થઈ ગઈ છે.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. 1, 2 અને 3
58. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રારંભિક અસ્તિત્વના પૂરાવા ખાતે જોવા મળે છે. (AO, Class-2)
1. દ્વારકાના મંદિર
2. અડાલજની વાવ
3. જૂનાગઢમાં અશોકના શિલા ફરમાન (Rock Edict)
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 3
59. બૌધ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. પ્રથમ બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 483 માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી.
2. 2. બીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 383 માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
3. 3. ત્રીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 250 માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
4. 4. ચોથી બૌધ્ધ પરિષદ ઈ.સ. 72માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મિર ખાતે યોજાઈ હતી.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1 અને 3
D. ફક્ત 1, 3 અને 4
Answer: (D) ફક્ત 1, 3 અને 4
60. વડનગર બૌધ્ધ મઠ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. બીજી થી સાતમી સદીનું આ બૌધ્ધ મઠ વડનગરના કિલ્લેબંધ વિસ્તારની અંદર આવેલું છે.
2. 2. મઠને બે સાંકેતિક સ્તુપો (votive stupas) અને એક ખુલ્લું ચોગાન હતું જેની આજુબાજુ શરૂઆતમાં નવ એકમોનું નિર્માણ કરાયું હતું.
3. 3. મધ્યસ્થ ચોગાનની આજુબાજુના એકમોની ગોઠવણ સ્વસ્તિક જેવી રચના બનાવે છે.
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. 1, 2 અને 3
61. બાબા પ્યારે બૌધ્ધ ગુફાઓ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? (AM/AD, Class-2, GSS, GPS, IM)
A. રાજકોટ
B. મહેસાણા
C. જુનાગઢ
D. ભાવનગર
62. મહાવીર સ્વામીની શિક્ષાઓના સાહિત્યને સંકલિત કરવા માટે બીજી જૈન સભાનું આયોજન કયા સ્થળે થયેલ હતું? (AM/AD, Class-2, GSS, GPS, IM)
A. વલ્લભી
B. પાટલીપુત્ર
C. ઉદયગિરિ
D. શ્રવણ બેલગોડા
63. અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? (AM/AD, Class-2, GSS, GPS, IM)
A. અયોધ્યા
B. ચંપા
C. કુશીનગર
D. કૌશાંલી
64. સાચું જ્ઞાન, સાચું તત્વજ્ઞાન અને સાચું આચરણ જૈનોના છે. (ICT Officer, DOS and Technology Class-2)
A. ત્રિરત્નો
B. ત્રિશલા
C. ત્રિમાર્ગ
D. ઉપરોક્ત પૈકી એક પણ નહી