Exam Questions

25. લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી, અધ્યક્ષ ....

A. પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં.

B. નો હોદો ખાલી પડશે.

C. નો હોદ્દો રાજ્યસભાના ઉપ-સભાપતિ સંભાળશે.

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં.

26. સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈપણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ને નિર્ણયાર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે.

A. રાષ્ટ્રપતિ

B. લોકસભાના અધ્યક્ષ

C. સર્વોચ્ચ ન્યાયાલય

D. કાયદા મંત્રાલય

Answer: (A) રાષ્ટ્રપતિ

27. ભારતના પ્રધાનમંત્રી સંસદનાં ઉપલાં ગૃહમાં હોય એ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?

1. 1. તેઓ અવિશ્વાસની ગતિવિધિની ઘટનામાં તેમની તરફેણમાં મતદાન કરી શકશે નહીં.

2. 2. તેઓ લોકસભામાં, નીચલા ગૃહમાં અંદાજપત્ર પર બોલી શકતા નથી.

3. 3. તેઓ રાજ્યસભા, ઉપલા સદનમાં નિવેદન કરી શકે છે.

4. 4. પ્રધાનમંત્રીની શપથવિધિના છ મહિનાની અંદર તેઓ લોકસભાના સભ્ય બનવા જોઈએ.

A. ફક્ત ૧

B. ફક્ત ૧ અને ૨

C. ફક્ત ૧, ૨ અને ૩

D. ૧, ૨, ૩ અને ૪

Answer: (A) ફક્ત ૧

28. રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી.

2. તેઓ ગૃહના સભ્ય છે પણ પ્રથમ દૃષ્ટાંતે મત આપી શકે નહીં.

3. જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય, ત્યારે તેઓ નિવેદન કરી શકે છે અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેમને મતાધિકાર મળતો નથી

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૨ અને 3

C. .ફક્ત 3

D. ફક્ત ૧ અને 3

Answer: (D) ફક્ત ૧ અને 3

29. સંસદના સત્ર સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?

A. તે અનિશ્ચિત કાળ માટે મોકુફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જ્યારે માત્ર મોકુફ અધ્યક્ષ | સ્પીકર દ્વારા થાય છે.

B. સત્રસમાપ્તિથી ગૃહનું સત્ર સમાપ્ત થાય છે. જ્યારે મોકુફીથી માત્ર બેઠક સમાપ્તિ થાય છે.

C. લોકસભાનું વિસર્જન ક્યાં તો આપમેળે અથવા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.

D. રાજ્યસભાનું વિઘટન થતું નથી કારણ કે તે કાયમી ગૃહ છે.

Answer: (A) તે અનિશ્ચિત કાળ માટે મોકુફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જ્યારે માત્ર મોકુફ અધ્યક્ષ | સ્પીકર દ્વારા થાય છે.

30. ભારતીય સંસદ સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?

A. વિનિયોગ વિધેયક થકી કાયદો ઘડવામાં આવે તે પહેલા તે સંસદના બંને ગૃહોમાંથી પસાર થયો હોવો જોઈએ.

B. વિનિયોગ અધિનિયમ દ્વારા કરવામાં આવેલા વિનિયેત સિવાય, ભારતના એકત્રીકરણ ભંડોળમાંથી કોઈ નાણાં પાછાં ખેંચી શકાય નહીં.

C. જ્યારે તે પહેલેથી જ કાર્યરત હોય છે ત્યારે, નવા કરના પ્રસ્તાવ કરાવવા માટે નાણાં વિધેયક જરૂરી છે પરંતુ કરના દરમાં ફેરફાર કરવા માટે કોઈ અન્ય અધિનિયમ | વિધેયકની જરૂર નથી.

D. ઉપરના પૈકી કોઈ નહીં.

Answer: (C) જ્યારે તે પહેલેથી જ કાર્યરત હોય છે ત્યારે, નવા કરના પ્રસ્તાવ કરાવવા માટે નાણાં વિધેયક જરૂરી છે પરંતુ કરના દરમાં ફેરફાર કરવા માટે કોઈ અન્ય અધિનિયમ | વિધેયકની જરૂર નથી.

31. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. 1. વિધાનસભાની ઓછામાં ઓછી એક તૃતીયાંશ સંખ્યાને આધીન વિધાન પરિષદનું કુલ સંખ્યાબળ ૪૦ સભ્યોથી વધવું ન જોઈએ.

2. 2. વિધાન પરિષદમાં મહત્તમ છઠ્ઠા ભાગના નામાંકિત સભ્યો હોઈ શકે છે. આ સભ્યોને રાષ્ટ્રપતિની ભલામણથી ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવે છે.

A. ફક્ત ૧

B. ફક્ત ર

C. બંને ૧ અને ૨

D. ૧ અને ર માંથી કોઈ નહીં

Answer: (D) ૧ અને ર માંથી કોઈ નહીં

32. નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતોની દખલને બાકાત રાખવામાં આવે છે?

1. (1) મતવિસ્તારોનું સીમાંકન

2. (2) મતવિસ્તારો માટે બેઠકોની ફાળવણી

A. ફક્ત ૧

B. ફક્ત ૨

C. બંને ૧ અને ૨

D. ૧ અને રમાંથી કોઈ નહીં

Answer: (C) બંને ૧ અને ૨