RishanPYQ

Exam Questions

1. 'તેરા' હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? (STI ADVT 139/20-21)

A. સાબરકાંઠા

B. કચ્છ

C. પાટણ

D. સુરેન્દ્રનગર

Answer: (B) કચ્છ
Description:
🌟 તેરા હેરિટેજ વિલેજ, કચ્છ
તેરા એ ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ઐતિહાસિક ગામ છે. તેને સત્તાવાર રીતે ગુજરાતનું પ્રથમ હેરિટેજ ગામ તરીકે માન્યતા આપવામાં આવી છે.
તેરા હેરિટેજ ગામની મુખ્ય વિશેષતાઓ અહીં આપેલી છે:
* સ્થાન: તે કચ્છના અંતરિયાળ અબડાસા તાલુકામાં આવેલું છે, જે જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 84 કિલોમીટર દૂર છે.
* ઐતિહાસિક મહત્વ: આ ગામનો ઇતિહાસ પાંચસો વર્ષ કરતાં પણ જૂનો છે અને તે કચ્છના શાસકો દ્વારા આપવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાગીર (ફિફડમ) હતું.
* તેરાનો કિલ્લો (ફોર્ટ): ગામ નજીકનું એક મુખ્ય ઐતિહાસિક આકર્ષણ. 1740ના દાયકામાં થયેલા યુદ્ધમાં અને 1819ના કચ્છના ભૂકંપમાં તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો, પરંતુ તેના મજબૂત દરવાજા અને ગઢ (બુરજ) સહિતના અવશેષો હજુ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
* ધાર્મિક સ્થળો: તે ઘણા સમુદાયો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે:
* જૈન દેરાસર (શામળાજી પાર્શ્વનાથજી જૈન દેરાસર): તેના સુંદર શિલ્પો, અનોખી સ્થાપત્યકલા અને જટિલ કાચનાં ચિત્રો (Glass Paintings) માટે પ્રખ્યાત છે (જેના કારણે તેને 'કાંચ મંદિર' પણ કહેવામાં આવે છે). તે 'મોટી પંચતીર્થી' તરીકે જાણીતા અબડાસાના પાંચ મુખ્ય જૈન તીર્થોમાંનું એક છે.
* હિંદુ મંદિરો: અહીં મોઢેશ્વરી માતા અને આશાપુરા માતાને સમર્પિત મંદિરો આવેલા છે.
* કલા અને સંસ્કૃતિ:
* દરબાર ગઢ (મુખ્ય નિવાસસ્થાન) માં કામગીરી શૈલીમાં દોરાયેલાં ભવ્ય, સદીઓ જૂનાં રામાયણનાં ભીંતચિત્રો (ફ્રેસ્કોઝ) જોવા મળે છે.
* આ ગામ પરંપરાગત હસ્તકલા બાંધણી (ટાઈ-એન્ડ-ડાઈ) માટે પણ જાણીતું છે.
* કુદરતી સૌંદર્ય: તેરા નાલિયા ઘાસના મેદાનની નજીક આવેલું છે, જે અત્યંત ભયંકર લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ) અને અન્ય વન્યજીવોનું નિવાસસ્થાન છે.

2. વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.(advt 47/23-24)

1. 1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.

2. 2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2માંથી એક પણ નહીં

Answer: (C) 1 તથા 2 બંને

3. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ સારું વગાડતો. (STI ADVT 139/20-21)

A. એકતારો

B. રાવણહથ્થો

C. સુરંદો

D. જંતર

Answer: (D) જંતર

4. ગુજરાતના ટાંગલીયા કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. ટાંગલીયા વણાટને દાણાવણાટ પણ કહેવામાં આવે છે.

2. 2. કચ્છ જિલ્લામાં તેનું કામ પ્રખ્યાત રીતે થાય છે.

3. 3. તેનું કામ મુખ્યત્વે ડાંગસીયા સમુદાય દ્વારા કરવામાં આવે છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 3

5. ગુજરાતના લોકસમુદાયના વિશિષ્ટ ઉત્સવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે “આંબલી કાઢવી'ની રમતો રમે છે.

2. 2. દિવાસો તહેવાર શ્રાવણ સુદ સાતમના રોજ દક્ષિણ ગુજરાતમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે.

3. 3. સામા પાંચમના દિવસે ખેડ્યા વિના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

6. સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?

A. મૌર્ય

B. ગુપ્ત

C. મુઘલ

D. સલ્તનત

Answer: (C) મુઘલ

7. આસામમાં આદિવાસી ઉત્સવ બિહૂની ઉજવણી ખાસ પ્રકારે થાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. આસામમાં ત્રણ પ્રકારના બિહૂ ઉજવાય છે.

2. 2. વસંત ઋતુનું આગમન અને ખેતીની રોપણી રોંગાલિ બિહૂની વિશિષ્ટતા છે.

3. 3. બિહુ એ આસામના નવા વર્ષની ઉજવણીનો ઉત્સવ છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

8. ભારતીય પરંપરામાં ઘેર ઘેર પૂજાતા “ઉંબર'ને શાનું પ્રતિક માનવામાં આવે છે ?

A. નરસિંહ ભગવાનનું સિંહાસન

B. ગણપતિનું આસન

C. આદ્યશક્તિનું ત્રિશૂળ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) નરસિંહ ભગવાનનું સિંહાસન