Exam Questions

1. સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ “અભિનયપંથે” નામથી આત્મકથા લખી છે?

A. અમૃત જાની

B. પ્રભાશંકર “રમણી”

C. અમૃત કેશવ નાયક

D. જયશંકર “સુંદરી”

Answer: (A) અમૃત જાની

2. નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત “નિંદ્યશૃંગાર નિષેધક”નાટકનું છે?

A. શાણી દીકરી પધાર તું સાસરે, સિધ્ધ કર શુભ કામ.

B. ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.

C. અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.

D. ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.

Answer: (C) અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.

3. જોડકાં જોડો.

1. I. કેખુશરો કાબરાજી [- a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી

2. II. વાઘજીભાઈ આશારામ ઓઝા - b. શ્રી દેશી નાટક સમાજ

3. III. ડાહ્યાભાઈ ધોળશાજી - c. વિક્ટોરિયા નાટક મંડળી

4. IV. જયશંકર “સુંદરી' - d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

A. I - а, II - с, III - d, IV – b

B. I-c, IIb, III-a, IV - d

C. I-c, II - d, III - b, IV - a

D. I-а, II - с, III - b, IV – d

Answer: (B) I-c, IIb, III-a, IV - d

4. નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું?

A. નટવર મસ્તાન

B. મોહન લાલાજી

C. પ્રાણજીવન જોષી

D. મૂળજી આશારામ ઓઝા

Answer: (D) મૂળજી આશારામ ઓઝા

5. અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.

2. II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.

3. III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દૃશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટ્ય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

A. ફક્ત I અને II

B. ફક્ત I અને III

C. માત્ર II અને III

D. I, II અને III

Answer: (B) ફક્ત I અને III

6. "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી” ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું?

A. દીવાદાંડી

B. જોગીદાસ ખુમાણ

C. જેસલતોરલ

D. શેણી વિજાણંદ

Answer: (A) દીવાદાંડી

7. ગુજરાતની રંગભૂમિના સંગીતના વિકાસમાં વિશેષ યોગદાન ગુજરાતના નાયકો અને ભોજકોનું છે. આ સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. તેઓ પાસે શાસ્ત્રીય પધ્ધતિના ગાયન-વાદનની કુલપરંપરા હતી.

2. 2. તેમને ભવાઈ દ્વારા લોકરંજક સંગીતની પૂરી જાણકારી હતી.

3. 3. આમાંના કેટલાક રાજદરબારમાં ઉચ્ચ ગાયક કલાકાર તરીકે કાર્ય કરતાં હતાં.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

8. “હિંદવાણી તું ભલી પિછાણી, શીર પાણીકા બેડા ભરે કૂવે મેં તેતર બોલે, રામસીતા કા જોડા તા થૈયા કતા થઈ..." – આ સંવાદ ભવાઈના કયા વેશનો છે ?

A. ઝંડા ઝૂલણ

B. જસમા

C. મિયાં જૂઠણ

D. ફક્ત 2 અને 3

Answer: (C) મિયાં જૂઠણ