Exam Questions

1. ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે. (STI ADVT 139/20-21)

A. વૈશાખ સુદ સાતમ

B. આસો વદ પુનમ

C. માગશર સુદ પુનમ

D. ફાગણ સુદ પુનમ

Answer: (D) ફાગણ સુદ પુનમ

2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (STI ADVT 139/20-21)

A. હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.

B. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.

C. (A) અને (B)બને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (B) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.

3. માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.(ADVT 47/23-24)

1. 1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.

2. 2. તેનો ઉલ્લેખ “આદિવાસી જલિયાંવાલા” તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.

3. 3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.

4. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (C) 2, 3

4. ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (STI ADVT 139/20-21)

A. ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.

B. પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (A) ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.

5. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ને માને છે. (STI ADVT 139/20-21)

A. રાંદેલ માતા

B. વિધાત્રી દેવી

C. શિકોતરી માતા

D. મેલડી માતા

Answer: (C) શિકોતરી માતા

6. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. સિદ્દી અથવા સિદી એ ગુજરાતના કેટલાક જિલ્લાઓના મુખ્ય આદિવાસી સમુદાયો પૈકીનું એક છે.

2. 2. સિદી ઝારખંડ અને મધ્યપ્રદેશના રાજ્યોના કેટલાક ભાગોમાં પણ રહે છે.

3. 3. ધમાલનૃત્ય સિદી દ્વારા કરવામાં આવે છે, તે શિકાર કરવા માટે સિદીના જુસ્સાના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

7. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. નળ સરોવરની નજીક રહેતા માછીમાર સમુદાય દ્વારા પઢારનૃત્ય કરવામાં આવે છે.

2. 2. તેઓ હિંદુ ધર્મના અનુયાયીઓ છે અને દેવી દુર્ગાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરે છે.

3. 3. નૃત્ય કરતી વખતે નૃત્યકરનાર તેમના હાથમાં નાની લાકડીઓ પકડી રાખે છે અને પાણી સાથે સંકળાયેલા ગીતો ગાતાં ગાતાં હોડીઓ હાંકવાનો અભિનય કરે છે

4. 4. પહેરવેશનો એક અગત્યનો ભાગ છે સુંદર ભરતકામની ભાત સાથેની છત્રી તથા તેની ઝીણી ફીત અને આભલાકામ અદભૂત હોય છે.

A. ફક્ત 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 1, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (B) ફક્ત 1, 2 અને 3

8. ચાડીયાનો મેળો મુખ્યત્વે દ્વારા ઉજવાતો તહેવાર છે.

A. પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ

B. ડાંગ જિલ્લાના આદિવાસીઓ

C. સુરત જિલ્લાના આદિવાસીઓ

D. બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓ

Answer: (A) પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ