Exam Questions

1. ભારતમાં રાષ્ટ્રીય પેન્શન યોજના (એન.પી.એસ.) સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?

A. તે નિશ્ચિત પેન્શન લાભ યોજનાની ફેરબદલીમાં આવેલી છે.

B. તમામ નાગરિકોને સ્વૈચ્છિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

C. તેનું નિયમન પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા થાય છે.

D. પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ ઈ.સ. ૨૦૦૩માં ઘડવામાં આવ્યો.

Answer: (D) પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ ઈ.સ. ૨૦૦૩માં ઘડવામાં આવ્યો.

2. ભારતના બંધારણના, અનુચ્છેદ 343 “હિન્દી'ને સંઘની ભાષા તરીકે જાહેર કરે છે.

A. રાષ્ટ્ર ભાષા

B. સંઘની અધિકૃત ભાષા

C. રાજભાષા

D. સંઘની વહીવટી ભાષા

Answer: (B) સંઘની અધિકૃત ભાષા